Monday, May 9, 2016

એમાં અમારે શું?


 
સીધા છીએ એટલે
તમે એનો બને એટલો ફાયદો ઉઠાવ્યો.

□□□


જોતજોતામાં તો  તમે આભલે અડી ગયા.
અમારા ખભે તમારા પગનો બોજ
વધતો ગયો.

□□□

તમારી મહાનતા વિશે
અમારે કંઈ કહેવું નથી.

□□□

ફક્ત આટલું જ કહો,
એમાં અમારે શું?

No comments:

Post a Comment