Monday, May 9, 2016

નફીસા


નફીસા, સારૂં થયુંકે તું આ રમખાણગ્રસ્ત શહેર છોડી જાય છે.
નહીં તો મંદિરોના આ શહેરમાં તારું જીવવું દોહ્યલું હતું.
ઇચ્છું તો પણ હું તારી સાથે આવી નથી શકતો.
એ જ પુરાણી કહાણી, મુનીમ લૂંટે શેઠને.
નવા શહેરમાં રસ્તો ભૂલી જાય તો પણ ડરતી નહીં.
નાના નાના રસ્તા છેવટે તો મળી જાય છે મોટા રસ્તાને.
ફિલસૂફી તો ફકત બતાવવાની જ હોય છે , એની પર વિશ્વાસ ના કરતી.
છેવટે તો લોકો પોતપોતાની રીતે જ જીવે છે લોક.
તારા સુડોળ દેહ આગળ સૌ કોઇ ઝૂકી જવાનું.
બચતી રહેજે, બધા દુનિયામાં એક સરખા જ હોય છે.
નવા શહેરની સરહદે ઉભા રહીને શું વિચારવું?
દૂર, મસ્જિદની ઉંચી, લાંબી બાંગ સાંભળે ત્યારે પગ ઉપાડજે ચાલી જવા.
ખબર છે મને કે તારે ચાલતા જ રહેવું પડશે.
થાકી જાય તો બોધિવ્રુક્ષની ઘટાદાર છાયામાં બેધડક બેસજે.
નફીસા, આ પથ્થરોના શહેરમાં થોડો રોકાઇ જઇશ.
મારી કોશીશ છે કે મૂગાં જીવતરને વાચા આપું.
સાંભળ, ત્યાં હળીમળી ન જતી લોકો સાથે
 
નહીં તો તારો અંજામ આ શહેર જેવો જ આવવાનો.

No comments:

Post a Comment