ભીમરાવ
મેશ્રામ કહેતો હતો
સંધ્યા દેશપાંડે
એને ગમે છે.
કાશી જતી વખતે
સંધ્યા દેશપાંડે સાથે મુલાકાત થઇ હતી.
પહેલી મુલાકાત હતી
અને એણે મારો હાથ દબાવી દીધો હતો.
સાથે જ હતાં વિશ્વ
હિંદુ સંમેલનમાં ગંગાકાંઠે
ને ધર્મશાળામાં
પણ.
એ મારી સાથે
દેવીદેવતાઓની જૂઠી વાતો કરતી હતી,
કાશીનાં મંદિરો-
ભગવાનોની વાત કરતી હતી.
ને રાત પડ્તાં જ
પોતાનો નાજુક દેહ મારે હવાલે કરી દેતી હતી.
સંધ્યાના નાજુક ગરમ હોઠ મારા હોઠ પર ફરતા હતા.
મારી નસનસમાં એના
બદનની શુદ્ધ ઘીની ગંધ પ્રસરી જતી હતી.
***
***
ભીમા મેશ્રામ પૂરા
વિશ્વાસ સાથે કહેવા લાગ્યો,
સંધ્યા દેશપાંડેના
ઘેર હું હજી ય જાઉં છું.
સંધ્યા શિવલીંગની
પૂજા કરતી હોય છે
જ્યારે એનો બાપ
અને ભાઇ ખાખી, ઢીલી ચડ્ડી પહેરી નીકળે છે.
મને જોતાંવેંત એ
કાચી આમલીની જેમ હસે છે
જેમ દૂરદર્શનની
શોભા જોશી હસે છે.
ચર્ચા પછી એ પેલા
હોઠને જોરજોરથી ચૂમી લે છે
જે મરાઠાવાડ
વિશ્વવિધ્યાલયને ડો.આંબેડકર નામ આપવા નારા લગાવતા હતા.
***
એ એક અલગ ગીલાસ
હોય છે જેમાં એ મને પાણી આપે છે
અને હું પી લઉં
પછી એ ઝટપટ ધોવા પણ મૂકી દે છે.
આ સવાલોનાં જંગલ
ઘેરી વળે છે મને.
***
***
હું જ્યારે જ્યારે
એના ઘેરથી નીકળું છું
સંધ્યા એના હોઠ પર
જીભ ફેરવી રહી હોય છે.
ગીલાસ ધોવાનું અને
એનું હોઠ પર જીભ ફેરવવાનું
અજબ રહસ્ય છે જે
હું ઉકેલી શકતો નથી.
એ જે હોય તે, એ વાત સાચી કે
***
એક શોર મચી ઉઠે છે
મારા દિલોદિમાગમાં.
બાબાસાહેબનો ગજર
વાગવા માંડે છે મારા મનમાં
જ્યારે જ્યારે હું
સંધ્યા દેશપાંડેના ઘેરથી નીકળું છું.
No comments:
Post a Comment