Tuesday, May 17, 2016

કાગારોળ



 

 

એમણે આપણી ઝૂંપડીઓ તોડી વારંવાર,
આપણે બાંધી ફરીફરી.

□□


એ તોડતા જ રહ્યા,
આપણે બાંધતા જ રહ્યા.

 
□□’

 
ફક્ત એક જ વાર
આપણે એમની ઈમારત જમીનદોસ્ત કરી દીધી.

 
□□


એમાં આટલી કાગારોળ કેમ?

No comments:

Post a Comment