હું ગમે તે કરી શકું છું .
રમખાણ ફેલાવી શકું છું,
વિમાનમાં બોમ્બ મૂકી શકું છું,
વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઉડાવી શકું છું.
બીજા દેશમાં સેના ઘુસાડી શકું છું,
હિટલર, ઈદી અમીન બની શકું છું,
ગાંધીની પણ હત્યા કરી શકું છું ,
ઝૂંપડપટ્ટીઓ જલાવી જમીન બિલ્ડરને પધરાવી શકું છું,
નાનાંનાનાં ભૂલકાંનાં અપહરણ કરી શકું છું,
ખોટી નોટો છાપી શકું છું,
બુદ્ધને હસવા માટે મજબૂર કરી શકું છું,
હું ગમે તે કરી શકું છું.
ફક્ત એને ‘આઈ લવ યુ‘ કહેવાની
હિંમત નથી.
No comments:
Post a Comment