મજૂરી એ આપણી મજ્બૂરી છે
નહીં તો હાથ ના ભાગી નાખત કંત્રાટીના.
***
સવાર કાળી અને સાંજ પણ થાકી પાકી.
બોલ, આપણાં જીવતરનાં કારણ શાં છે?
મારા સીધા સવાલ, તું આટલી
પરેશાન ?
***
એક શાન્ત, સ્વચ્છ સાંજે એના ચહેરા પરથી ઝૂલ્ફો હટાવીને
એમ જ પૂછી લીધું:
આ પંખીટોળું ક્યાં જાય છે?
છાતી કાઢીને એણે સ્પષ્ટ કહયું,
આ પંખી વિદ્રોહ કરીને આવ્યાં છે
ને વિદ્રોહ કરવા જઇ રહ્યાં છે.
No comments:
Post a Comment