Monday, May 9, 2016

જાગૃતિ


 

 

 
રાત પડતાં , શહેરમાં લગાવી દઈએ પોસ્ટર.

લાગણી એવી કે પૂરી રાત મચી પડીએ.

***

ઉમેદ એ કે શહેરમાં કાલે કશુક થવાનું નક્કી.

સૂતા હતા રાતે તોય જાણે જાગતા.

***

હરેક જબાન ખામોશ, મેં એ જોયું.

દીવાલો ને વળી રસ્તાય લાગ્યા બોલવા.

***

શહેર ખામોશ જાણે મરતક થયાં.

કામમાં લીન લોક, વીસરી નિજ હક્ક.
***

ખામોશ શહેરને રસ્તે રઝળતાં જોઉં ,

આંખમાં પરોવી આંખ લોક બોલતું.

No comments:

Post a Comment