Tuesday, May 10, 2016

દાંત માટે હાથી મારવાનું ગણિત


 

 

ભાઈ સાહેબ, આપની એક હાકલે
બધા દુબળા-નિર્બળ દેહ
ધોમધખતા તાપમાં રેલીમાં  જોડાયા.

***

અમારી ભોળી-હોલવાઈ ગયેલી આંખો
તમારી રાહ જોવામાં પરેશાન,
તમે આવ્યા જ નહીં.

***

છોકરાં ભૂખ્યા-તરસ્યાં બેહાલ,
તમે, અલબત્ત, ગાયબ જ રહ્યા.

***
 
સૂત્રોચ્ચાર,
તમારા જયજયકાર સાથે રેલી આગળ વધી ,
પરંતુ તમારૂં નામનિશાન નહીં.

 ***
 
જેવો રેલી કચેરીએ પહોંચી
તમારૂં દર્શન થયું
છાતી તાણી બુલંદ સૂત્રોચ્ચાર કરતા.
પૂરો સમૂહ
તમારી મુઠ્ઠીમાં.

ભાઈ સાહેબ,આ નવું ગણિત સમજવું
બહુ જટિલ છે.

No comments:

Post a Comment