સાવ
ચોખ્ખેચોખ્ખું કહી દઉં છું.
અમને તમારી પર
વિશ્વાસ રહ્યો નથી.
□□□
અમારી નબળાઈઓનો
તમે ખૂબ ફાયદો ઉઠાવ્યો.
અમે પીસાતા
રહ્યા, પણ તમને એનો જરાય અફસોસ નથી.
□□□
અમારી જિંદગીની
નાનીશી કરૂણ કવિતા
સાંભળવા પણ તમે નથી ઈચ્છતા.
□□□
અમે જે કંઇ
પામ્યા એ બધું ત્રાસભરેલું
ને બાકી છે એ પણ
ત્રાસભરેલું.
□□□
તમારી કહેવાતી મહાનતા તમને મુબારક.
□□□
તમારા ઝંડા બદલાય
છે તમારી અનુકૂળતા મુજબ.
એ ડંડા થઇ જાય છે , એ બરાબર નહીં.
No comments:
Post a Comment