Tuesday, May 10, 2016

આઈ હેવ નો મધરલેન્ડ


 

 

કાલે અમારા ગામમાં વરસાદ પડ્યો જ નહીં
આ હું ખચકાટ વગર  કહી  શકત
જો તારી જેમ મારો પણ કોઈ દેશ હોત.
 
***

મારા માર્ગદર્શકે  આ અસહ્ય  વેદના થકી કહ્યું હતું
કે મારે કોઈ માતૃભૂમિ જ નથી.
જ્યાં માતૃભૂમિ જ નથી ત્યાં ગામ ક્યાંથી લાવું?

***

દુકાળમાં ખભે દેડકાં બાંધી
નાચવું બંધ કરી દીધું છે અમે હવે
કેમકે પીડાનો વરસાદ પરાયા ગામમાં શીદ વરસે?

 ***

એ, તું આવી જા જો ક્યારેય યાદ આવી તો
મારી લીલી બેચેન છાવણી જોવા.

 ***

પરંતુ તારી પેઢી દર પેઢીએ સાચવ્યો છે એ મંદિરનો પિત્તળનો ઘંટ
સાથે લાવવાનું જોજે ભૂલતો!

No comments:

Post a Comment