આટલો બધો ઘમંડ!
તમારી ઠાઠડી અમે
જ ખભે ઊંચકી જવાના છીએ.
***
તમારું હસવું,
ઉછીનું લીધેલું.
વર્તન, પાખંડ.
સોને મઢેલ દાંત
દેખાડે છે નકામા.
***
અમારી ઓકાત અમે
જાણીએ છીએ,
તમે તમારી જોઈ
લો.
તમે અમને નીચ
કહેતા રહ્યા ને એ તમને ભારે પડતા રહ્યા.
તમારી દફન લાશ પર અમે જ પથ્થર મૂકવાના છીએ.
અમારા આ પાગલ
જેવા ચહેરા પર ન જા !
No comments:
Post a Comment