ખોટી પ્રતિષ્ઠા
પાટીલ બજારે જવા
બેઠા’તા એકા પર,
ને વાંસે દોડતા
દાદા.
જગા છે તોય પાટીલ
એકા પર બેસવા ન દે
દલિતોની આવી જ
પરંપરા
માનતા પાટીલ ને
દાદા.
***
બાબાસાહેબ શું
આવ્યા ને સવાલોની ત્સુનામી શરૂ થઇ ગઈ.
***
મોટા પાટીલ
બેઠા’તા એકા ઉપર
બાપાને કહ્યું ,
“દોડ!”
“એકામાં જગા છે
તો હું દોડું શું કામ?”
એવો સવાલ ઝીંકતા
બોગસ પરંપરા પર.
બાબા કહે છે, “ખાડામાં જાય આવી હલકટ પરંપરા.”
પાટીલ છેવટે મનેકમને ઠેકાણે આવે છે.
તકલાદી ધર્મની
હત્યા.
બાબા કહે છે
,”ચૂલામાં જાય માણસ માણસ વચ્ચે ભેદભાવ
કરતો તમારો ધર્મબર્મ !.”
***
સર્વ શહેરમાં
આવ્યું કુટુંબ.
ને સઘળું સંપૂર્ણ
બદલાઈ ગયું
અહીં હું ઓફિસમાં
ઘંટડી મારું છું ,
પાટીલ પાણી લાવે છે.”
શું વાત કરું?
ભયા, દુનિયા
ગોળ છે !
No comments:
Post a Comment