આજકાલ કોઈ વાતે
મને કશી જ લાગણી થતી નથી.
રમખાણમાં કેટલા
મર્યા, ગોળીબારમાં કેટલા ગયા ,
ભેળસેળમાં કેટલા
ગુજરી ગયા, દુર્ઘટનામાં કેટલા ખતમ થયા,
ગુજરાતમાં શું
થયું?
□□□
ગર્ભવતી પર
કેટલાએ કર્યો બળાત્કાર?
બિલ્ડરે
બાળ-બચ્ચાં સહીત કેટલી ઝૂંપડીઓ જલાવી?
બળવામાં કેટલી
તલવારો લાલ લોહીથી રંગાઈ ?
□□□
હવે મારી ચેતના જ
નપુંસક થઈ ગઈ છે.
□□□
જીવતી લાશ છું હું.
□□□
કદાચ એટલે જ,
માધુરી અગ્નિહોત્રી કહે છે,
“યાર, પાંડુરંગ
ખોબ્રાગડે, હું તને ચાહું છું, બેહદ!”
No comments:
Post a Comment