તીક્ષ્ણ નજરવાળું
એક ગીધ
ચક્કર લગાવી
ગયું.
ને
મોતના
અહેસાસથી લીલુછમ ખેતર
લોઢું થઇ ગયું.
***
ખેતરોએ માટીને
નકારી
રબર જેવી ગામજમીન
પથ્થર થઇ ગઈ.
માની નજરમાં
વહેવાર બોલવા લાગ્યો .
જ્યારે એક ગીધ ગામ
પર પોતાની એક નજર નાખી ચાલ્યું ગયું.
***
અહીંનાં ઝાડ હવે
સિમેન્ટનાં થઇ જશે,
આપણા હોઠ
પાણી..પાણી..કરતા સૂકાઈ જશે.
એક બિલ્ડર અહીં
શું આવ્યો,
આપણું રૂ જેવું
દિલ કોન્ક્રીટનું થઈ ગયું.
No comments:
Post a Comment