દરેકની પાસે
તારી તૂટેલી
દિશાદર્શક આંગળી
છૂપાવીને રાખી છે
.
તો પણ જાહેરમાં
આંગળીની શોધખોળ
ચાલુ જ છે.
□□□
અલબત્ત , હું હજી
પણ નિરાશ નથી
રાહ જોઈ રહ્યો
છું કે
બધી આંગળીઓમાંથી
ક્યારે પૂતળાં પ્રગટશે?
□□□
એટલે માતાઓ-બહેનો
ઘોડિયે હીંચતાં બાળકોમાં
સાહસ ભરજો!
No comments:
Post a Comment