તમારા સારા દિવસો
આવી રહ્યા છે.
એન્ટીકરપ્શને
રંગે હાથ પકડેલા એ કેસ રદ થશે.
ભ્રષ્ટાચારના
તમામ આરોપ નિરાધાર સાબિત થશે.
હરામની કમાઈને આંચ નહીં આવે ,
જમીનના ભાવ
સડસડાટ ઊંચકાશે.
રખડેલ છોકરીનું
લગ્ન થશે.
નવી ચારચક્રી
ગાડી તમારે આંગણે ઉભી રહેશે.
તમારાં તથાકથિત
દુઃખ
શહેરના સીમાડે દૂર !
એમની નિસ્તેજ
આંખમાં તેજ
ને કૃશ કાયામાં જોમ આવ્યાં
***
અર્ધાંગિનીનાં
હાથમાં અખંડ સૌભાગ્ય રેખા
હેલોજન ફુગ્ગા
સરખી હળવાશ
હાથમાં નોટોની
થોકડી.
***
જતાંજતાં છોકરાને
કહ્યું
તને ગર્ભશ્રીમંત
છોકરી મળશે
એણે પણ પીળી નોટ
મારા ખિસ્સામાં સરકાવી.
***
કેવી મજા!
ભણ્યા પણ ગણ્યા
નહીં એવાને
ઈન્ટલેકચ્યૂઅલ
ભામટા મૂરખ બનાવવાની !
No comments:
Post a Comment