Tuesday, May 10, 2016

સાપની કવિતા


 

 

સાપ વિષે અનેક ખોટી માન્યતાઓ છે
જે દૂર કરવી જરૂરી છે.

૧.

બધા સાપ ઝેરી નથી હોતા.
આપણે એમની બીકથી જ મરી જઈએ છીએ.
ને મનનો ચોર છેવટ દગો દઈ જાય છે.

૨.

હકીકતમાં તો મદારીને પણ લાગે છે સાપનો ડર.
પરંતુ એ ચાલાકીથી સાપ ‘કબજે છે’ની વાત ઉપજાવી કાઢે છે.

૩.

સાપ કાંચળીમાં આવતાં જ આંધળો થઇ  જાય છે.
પરંતુ એની ઉપર આપણો સમજદાર પગ કેમ પડે છે ?


માણસ સાપને કરડે છે એવું થતું નથી કદી.
નહીં તો સાપ નક્કી મરી જાય!

૫.

સાપને માણસ સાથે કોઈ લેવાદેવા નથી.
પરંતુ દહેશત માટે આપણને એ જોઈએ છે.

૬.

દરમાં દૂધ રેડીને માણસ જ એને બહાર નીકળવા મજબૂર કરી દે છે
ને એને કચડી નાખતી વેળા પોતે જ સાપ બની જાય છે.
એટલે બે જીભાળાને જોતાં જ હું ડરથી થર થર ધ્રુજી ઉઠું છું.

No comments:

Post a Comment