સાંભળ ગાલિબ,
જ્યારથી હું તારી ગઝલનો અભ્યાસ કરતો થયો છું
શહેરની સુંદરીઓ પાછી વળી વળીને
મને જુએ છે.
***
મારી પ્રિયતમા
પાસેથી
કે મદિરાલયથી
પાછો ફરું છું
તારી ગઝલ મારા હોઠ પર રમતી રહે છે,
ગાલિબ,
આ શું છે ?
***
આજકાલ મદિરા કેટલી નકામી છે
પેટ ભરીને પીધો છે તોય
ચડતી નથી.
તારી સુરાહીમાં ગાલિબ
મારે માટે છે એક બૂંદ?
કેવી વાત ,ગાલિબ
જ્યારથી મેં સમજાવી છે તારી ગઝલ
મારી પ્રિયતમા
મારી દાઢી સામે તાકી રહે છે
***
તારી શાયરીમાં એવું તે શું છે ,ગાલિબ
કે મારી પ્રિયતમા
મારી કવિતા સંભાળવાના મૂડમાં નથી.
***
મારી પ્રિયતમા આજકાલ
પૂછ્યા કરે છે મને તારી જિંદગી વિષે
જાણે હું કંઈ નથી.
***
તે દિવસે તાજમહાલ જોવા ગયા ત્યારે
તું મને વારેવારે યાદ આવતો હતો.
પહેલાં અહી કોઈ મદિરાલય
હતું ?
***
કહે, ગાલિબ, એ
શાહજહાંની ભૂલ હતી
તાજ જેવા સુંદર
સ્થાપત્ય પાસે
મન હમેશાં ગમગીન રહે છે.
***
પ્રિયતમાના વિરહમાં
આપણે પણ બાંધી દીધાકેટ કેટલા મહેલો
અજોડ મહેલો, ગાલિબ,
જે
બન્યા ન કદી દુનિયાની અજાયબીઓ.
તને એની નવાઈ નથી
લાગતી?
**
જે હાથોએ બાંધ્યો તાજ
એ હજી લોહી ઝરતા
હું જોઉં છું સપનામાં
રડતાં રડતાં.
ગાલિબ, રચી છે કોઈ ગઝલ તેં
સામાજિક અસમાનતા વિષે?
***
એ કયો નસીબદાર હતો
જેણે તારું સરનામું માગ્યું
તારી પાસેથી જ,
હું એને ‘આદાબ અર્જ’ કરવા માગું છું..
***
રાજમાર્ગ પર ચાલતા હોઈએ તો પણ
અસંતોષ
અસમાનતાના વિચારો
મગજમાં આવ્યા જ કરે છે, ગાલિબ.
***
તું નિશ્ચિંત, ગઝલ ગણગણતાં
રસ્તો ખૂંદતો, પગપાળા.
ગાલિબ, મને બતાવીશ એ રસ્તો?
***
તારા શબ્દો , તું જાણે છે
પીડે છે અમારા મનને ,ગાલિબ
ને હવે તું પ્રસ્તુત કરે છે સ્વયંને
બેગમ અખ્તરના લોહીઝાણ સ્વરમાં
ગાલિબ, તારે તે અમને
જીવવા દેવા છે કે નહીં?
No comments:
Post a Comment